Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : મહાપાલિકાના યુસીડી શાખા સખી મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ

Video : મહાપાલિકાના યુસીડી શાખા સખી મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે સખી મંડળના બહેનો દ્વારા શહેરના વિવિધ સ્થળો પર તિરંગાનું વેચાણ કરાશે.

- Advertisement -

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિના રંગમાં રંગાઈ જશે, જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ સરકારી, ખાનગી, ઇમારતો વેપારી કે ગૃહો પર તમામ નગરજનો દ્વારા પોતાના મકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. લોકોની સરળતા માટે શહેરમાં 10 મહત્વના સ્થળો પર જામનગર મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાના સખી મંડળના બહેનો દ્વારા તળાવની પાળ ગેટ નંબર1, એમ્યુઝમેન્ટ પાર્ક , ડીકેવી પાસે ( સેન્ટઆનસ સામેના પ્લોટમાં), ચાંદી બજાર, હવાઈચોક, પંપ હાઉસ લાલપુર રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ, રણજીતનગર સિવિક સેન્ટર પાસે તા. 12/8/ 2023થી 14/ 8/ 2023 સુધી સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી અને બપોરે 4 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી સરકાર દ્વારા નિયત કરેલા ભાવો મુજબ પ્રતિ રાષ્ટ્રધ્વજ કિંમત રૂ. 25 લેખે વેચાણ કરવામાં આવશે. તેમ જામનગર મહાનગરપાલિકા યુ.સી.ડી. વિભાગના પ્રોજેક્ટ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરજનો પોતાના નજીકના સ્થળ પરથી રાષ્ટ્રધ્વજ મેળવી શકશે. જેની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular