Monday, January 12, 2026
Homeરાજ્યહાલારસલાયાના વહાણની પોરબંદરના દરિયામાં જળસમાધિ

સલાયાના વહાણની પોરબંદરના દરિયામાં જળસમાધિ

1 ટંડેલ અને 12 ખલાસીઓનો આબાદ બચાવ: 70 નોટિકલ માઈલ દૂર ખરાબ હવામાનને કારણે ટાઈલ્સ અને ચોખા ભરેલ કાર્ગો વહાણ ડૂબ્યુ

સલાયાનાં “એમેસવી અલ નિઝામુદ્દીન” વહાણે પોરબંદરથી 70 નોટિકલ માઈલ દૂર ખરાબ હવામાનના લીધે લીધી જળસમાધિ તેમાં રહેલ 1 ટંડેલ અને 12 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયાનું “એમએસવી અલ નીઝામુદિંન” વહાણએ પોરબંદર થી 70 નોટીકલ માઈલ દૂર ખરાબ હવામાનના લીધે જળ સમાધિ લીધી છે. આ રોજ વહેલી સવારનો આં બનાવ છે. આ વહાણમાં ચોખા તેમજ ટાઇલ્સ વગેરે જનરલ કાર્ગો ભરેલ હતા. અને જ્યાં પોરબંદર થી 70 નોટિકલ માઈલ દૂર હવામાન ખરાબ થતાં આં વહાણ ડૂબવા લાગેલ હતું. તેમાં રહેલ 12 ખલાસી અને એક ટંડેલ કુલ 13 લોકોએ બાજુમાંથી પસાર થતા પોરબંદરનાં હરિહર વહાણે બચાવી લીધા હતા. આ તમામ લોકો સલાયા,ખંભાળિયા અને ઓખાના હતા.જોતજોતામાં નિઝામુદ્દીન વહાણે દરિયામાં જલ સમાધિ લઈ લીધી હતી. આ વહાણ સલાયા આમદ ઇબ્રાહિમ ભાયાની માલિકીનું હતું. આ વહાણના રજીસ્ટ્રેશન નંબર MNV.1535 હતા. આ વહાણની કેપીસિટી અંદાજે 700 ટન જેટલી હતી. આ વહાણે જલ સમાધિ લીધાના સમાચાર સલાયા મળતા વહાણવટી ભાઈઓમાં ભારે દુ:ખની લાગણી છવાઈ ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular