દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક તથા ખંભાળિયાના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ સલાયા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્પેકટર અક્ષય પટેલ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં જે દરમિયાન હેડ કો. હસમુખભાઈ ચૌહાણને ખાનગી રાહે બાતમી મળેલ કે નગરપાલિકા વિસ્તારમાં એક મોટરસાઈકલ નંબર પ્લેટ વિનાનું ચોરી છુપીથી લઇ કોઈ કિશોર ફરે છે જે બાબતે ત્યાં કાયદાથી સંઘર્ષિત કિશોર ચોરી છુપીથી બાઈક લઇ હતો તેને પૂછપરછ કરી સર્ચ કરતા આ બાઈક જીજે-37-એ-2612 જેના માલિક નારાયણ પરમાર રહે. સીદાપુર વાળાનું હોવાનું જણાયેલ છે.
કિશોરને આ બાબતે પૂછપરછ કરતા ખંભાળિયા માર્કેટ યાર્ડ પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હતું. મુદ્ામાલ કબ્જે લઇ આગળની તપાસ ચાલુ છે અને કાયદાથી સંઘર્ષિત કિશોર આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી તપાસ આગળ ચાલુ છે.