ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા જુનસભાઈ આદમભાઈ સંઘાર નામના મુસ્લિમ વાઘેર આસામીની 24 વર્ષની પુત્રી સાયરાબેન ગઈકાલે શુક્રવારે પોતાના ઘરે પોતાના રૂમમાં રાત્રિના સમયે કોઈ અકળ કારણોસર સળગી જવાના કારણે આખા શરીરને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ પામી હતી. આ બનાવની જાણ મૃતકના ભાઈ શબીરભાઈ જુનસભાઈ સંઘારે સલાયા મરીન પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.