Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરવાલસુરામાં સાહિત્ય ઉત્સવ ઉજવાયો

વાલસુરામાં સાહિત્ય ઉત્સવ ઉજવાયો

બાળકોની ફેન્સી ડ્રેસ સ્પર્ધા તેમજ સાહિત્ય ગોષ્ટી સહિતના કાર્યક્રમો યોજાયા

- Advertisement -

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય નૌ-સેના વાલસુરા દ્વારા તા. 11 જૂનના રોજ સૌપ્રથમ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ યુવા સૈન્ય નેતૃત્વ વચ્ચે વિચારશીલતાનો વિકાસ કરવાનો તથા સાહિત્યીક ગતિવિધિઓથી પરિચય કરાવવાનો હતો.

- Advertisement -

ભારતીય નૌ-સેના વાલસુરા જામનગર દ્વારા સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રથમ સાહિત્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ આયોજનનો સૈન્ય ઇતિહાસ, પત્રકારીતા જીવનશૈલી, પૌરાણિકકથાઓ, પ્રકાશન, પ્રબંધનના સિધ્ધાંત, રંગમંચ તથા ટીવી જગત સાથે સંકળાયેલા 12 પ્રતિષ્ઠિત લેખકોના લેખનોનો ચર્ચાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાહિત્ય ઉત્સવમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રના અસૈનિક મહેમાનો ઉપરાંત જાણીતા વ્યક્તિઓ, વિશિષ્ટ અધિકારીઓ, ત્રણેય શસ્ત્ર સેનાઓમાંથી કર્મચારીઓ, મહિલાઓ તેમજ વિવિધ શાળાઓના 101 બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના 2000 પુસ્તકોના મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના ફેન્સી ડ્રેસ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

દક્ષિણ વિભાગના નેવી વેલફેર એન્ડ વેલનેશ એસોસિએશન દ્વારા નેવલ સ્ટાફ પરિવારના મહિલાઓ, બાળકો માટે અખિલ નૌસેના, કવિતા લેખન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પસંદગી પામેલ કાવ્યો, કીન્ડલ સંસ્કરણમાં પ્રકાશિત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular