Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગર17 બચ્ચા સાથે સિસોટીનું સલામત રેસ્કયુ...

17 બચ્ચા સાથે સિસોટીનું સલામત રેસ્કયુ…

જામનગરમાં સ્થાનિક અને કેટલાંક ભારતના બીજા પ્રદેશના પક્ષીઓ ચોમાસાની ઋતુમાં માળા કરવા આવતા હોય છે. લેસર વ્હીસલીંગ (સિસોટી બતક), કોમ્બ ડક (નકટો), સ્પોટબિલ (ટીલીયાળી બતક) જેવી બતમો અવાર-નવાર આ ઋતુમાં શહેરના રહેણાંક વિસ્તારોમાં ઉં એપાર્ટમેન્ટ કે અવાવરૂ જગ્યાઓ અને વૃક્ષોની બખોલોમાં ઈંડા મુકી બચ્ચાને જન્મ આપતા હોય છે. આવી જ સીસોટી બતકે જામનગરના ખોડિયાર કોલોની રાજનગરમાં આવેલા ગીરીરાજધામ એપાર્ટમેન્ટ આસપાસ 17 બચ્ચાને જન્મ આપેલ અને બચ્ચા સાથે સલામત સ્થળની શોધમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવી ચડતા અહીનાં રહેવાસીઓ સંજયભાઈ એ પર્યાવરણ પ્રેમીઓને જાણ કરતા ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડન સદસ્ય સુરેશભાઈ ભટ્ટની સૂચનાથી અંકુર ગોહિલ દ્વારા આ બતકનું તમામ 17 બચ્ચા સાથે સફળ રેસ્કયૂ કરી રણમલ (લાખોટા) તળાવમાં સુરક્ષિત રીતે કુદરતના ખોળે વિહરતા મૂકવામાં આવેલ આ ઋતુમાં શહેરમાં આવી બચ્ચા સાથેની બતકો રોડ પર મળે તો તુરંત જ વનવિભાગ કે પર્યાવરણ સંસ્થાઓને જાણ કરી તેને બચાવવામાં લોકોએ સહયોગી બનવા અનુરોધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular