Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરમાછીમારોના પડતર પ્રશ્નોની રજૂઆત કરતાં ગ્રામ્ય ધારાસભ્ય

માછીમારોના પડતર પ્રશ્નોની રજૂઆત કરતાં ગ્રામ્ય ધારાસભ્ય

બોટોનું રિ-સર્વે કરાવવા-સચાણામાં વોચ ટાવરની બંધ લાઇટો ચાલુ કરાવવામાં માંગણી

- Advertisement -

જામનગર જિલ્લાના ગામોમાં માછીમારોના પડતર પ્રશ્ર્નો અંગે મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા જામનગરની મુલાકાતે આવેલ હતાં ત્યારે તેમને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં મત્સ્યોદ્યોગ મંત્રીએ સકારાત્મક અમલવારી કરવાની ખાતરી આપી હતી.

મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાની જામનગરની મુલાકાત વખતે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જામનગર જિલ્લાના માછીમારોના પ્રશ્ર્નોની રજૂઆત કરેલ હતી. રજૂઆતમાં સચાણા, સિક્કા, બેડીની બોટોનું રી-સર્વેનું કામ બાકી હોય તમામ બોટોનું રિ-સર્વે કરવા જણાવેલ હતું. અગાઉ સચાણા, સિક્કા, બેડી ગામે બોટોનું રજીસ્ટ્રેશન માટે સર્વે કરવામાં આવેલ હતું. પરંતુ તે વખતે ઘણાં માચ્છીમારોની બોટોનું રિ-સર્વે કરવાનું રહી જવા પામેલ હતું. જેથી રજીસ્ટ્રેશન કરવામાં બાકી રહેલ બોટોનું રજીસ્ટ્રેશન રિ-સર્વે કરવાની કામગીરી શરુ કરવામાં આવેલ છે.

સચાણા ગામે 10 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ વોચ ટાવરમાં લાઇટો બંધ હાલતમાં હતી જે ચાલુ કરવાની રજૂઆત ધ્યાને લેવા જણાવ્યું હતું. આમ મત્સ્યોદ્યોગ મંત્રીએ જામનગર માચ્છીમારોના પ્રશ્ર્નો અંગે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની રજૂઆતની સકારાત્મક અમલવારી કરાવી બાકી રહેલ પ્રશ્ર્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા ખાત્રી આપેલ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular