આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચો દ્વરારા વિધાનસભા સીટ સહ ‘રન ફોર ડેવલપમેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ સવારે 6:30 કલાકે તળાવની પાળ ગેઈટ નં.2 ની સામેથી ‘રન ફોર ડેવલપમેન્ટ મેરાથોન’નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહી ‘રન ફોર ડેવલપમેન્ટ’નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.