જામનગર આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 8 મહિનામાં 106 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 20 લોકોને નોટિસ અપાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 498 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે.
આ કાર્યવાહીમાં ખાસ કરીને ઓવરસ્પીડ, રોડ સાઇડ પર ખોટી રીતે વાહન પાર્કિંગ, ટ્રાફિક સિગ્નલનો ભંગ, ટ્રક-હેવી વાહનના નિયમ ભંગ જેવા ગુનાઓમાં વધુ કાર્યવાહી થઈ છે.
ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓના લાઇસન્સ 3 થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.
સસ્પેન્શન સમયગાળા દરમિયાન જો લાઇસન્સ સસ્પેન્ડ થયેલો ડ્રાઇવર ફરી વાહન ચલાવતો ઝડપાય, તો તેની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.


