રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપનાકાળથી પરંપરા અનુસાર દર વર્ષે ઉનાળાના વેકેશનમાં નિત્ય શાખામા આવતા અને નવા જોડાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે વીસ દિવસના સંઘ શિક્ષા વર્ગનું આયોજન દેશ ભરમાં કરે છે.તેના જ ભાગરૂપે તા.8 મે થી ધ્રોલ ખાતે આવેલી એમ.બી હાઇસ્કુલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સંઘના સ્વયંસેવકો માટે સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો હતો.
આ સંઘ શિક્ષા વર્ગ ને અનુલક્ષીને તા.22 ના રોજ સંઘ શિક્ષા વર્ગના સ્થાન થી શરૂ કરી ને, વાંકીયા ગામના વિવિધ વિસ્તારોમાંથી પથ-સંચલન પસાર થયું હતું. વાંકીયા ગ્રામજનો દ્વારા પથ-સંચલન સાથે ભગવા ધ્વજ નું અનેક સ્થાનો પર સ્વાગત થયું હતું. આ વર્ગના વર્ગાધીકારિ તરીકે ડો.કુમનભાઇ ખુંટ , વર્ગકાર્યવાહ તરીકે દેવેન્દ્રભાઇ ઉપરાંત સમગ્ર વર્ગની વ્યવસ્થા નિકુંજભાઇ ખાંટ સંભાળી રહ્યા છે.
પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી યોગ્ય પ્રશિક્ષણ માટે સાથે રહી સતત માર્ગદર્શન કરી રહ્યા છે.વીસ દિવસના અંતે તા.27 મે ના રોજ સાંજે 6.00 વાગ્યે સમારોપ કાર્યક્રમ અને પ્રાપ્ત શારીરિક – બૌદ્ધિક દિક્ષાના પ્રાત્યક્ષિક સાથે આ વર્ગનું સમાપન થશે.