Sunday, September 8, 2024
Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાનમાં બે હિન્દુ મંદિરો પર રોકેટ લોન્ચરથી હુમલો

પાકિસ્તાનમાં બે હિન્દુ મંદિરો પર રોકેટ લોન્ચરથી હુમલો

કટ્ટરપંથીઓએ સિંધ પ્રાંતમાં મહિલાઓ બાળકો સહિત 30 હિન્દુઓને બંધક બનાવ્યા

- Advertisement -

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 24 કલાકની અંદર બે હિન્દુ મંદિરોને ખંડિત કરવામાં આવ્યા છે, જેમાં એક મંદિર 150 વર્ષ જૂનુ હતું. પ્રથમ ઘટના શનિવારે સવારે કરાંચીમાં બની હતી. જયાં સોલ્જર બજારમાં પૌરાણિક મારી માતા મંદિરને ધ્વંશ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના કહેવા અનુસાર વીજળી ન હતી ત્યારે અંધારામાં મંદિર તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મંદિર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, જેના કારણે મંદિરની સંરચના ધ્વસ્ત થઈ ગઈ હતી. ફકત બહારની દિવાલ અને મુખ્યદ્વાર જ યથાવત રાખ્યા છે.

- Advertisement -

મંદિર તોડવામાં બુલડોઝર ચલાવનારને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ મંદિર 150 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. મંદિરના પુજારી શ્રીરામનાથ મિશ્રએ કહ્યું કે, મંદિરની જમીન પચાવી પાડવામાં આવી છે. જયારે બીજી એક ઘટનામાં સિંધના કાશમોર ક્ષેત્રમાં એક હિન્દુ મંદિર પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર હુમલાખોરોએ પુજાસ્થળની આસપાસ હિન્દુ સમુદાયના ઘરો પર પણ હુમલો કર્યો હતો. પોલીસના કહેવા અનુસાર મંદિર પર થયેલા હુમલામાં આઠ બંદુકધારી સામેલ હતા. આ દરમિયાન પાકિસ્તાનના માનવાધિકાર આયોગે કહ્યું કે સિંધમાં બગડતી કાયદો-વ્યવસ્થાને લઈને અમે ચિંતીત છીએ. મહિલાઓ અને બાળકો સહિત હિન્દુ સમુદાયના લગભગ 30 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. પોતાને પ્રેમમા પામવા પાકિસ્તાનથી સીમા હૈદર નામની મહિલા તેના ચાર બાળકો સાથે ભારતમાં આવી છે. હાલ તે ગ્રેટર નોઈડામાં સચીન નામના યુવક સાથે રહી છે. જો કે, એવા પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે બંને ગાયબ છે. ત્યારે સીમા હૈદરનો આ કેસ પાકિસ્તાનમાં પણ ચર્ચામાં છે.

જેના પડઘાં પડયા હોય એવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ મહિલાઓ અને બાળકો સહિત 30 જેટલાં હિન્દુઓને બંધક બનાવ્યા હતા. પાકિસ્તાનના માનવાધિકાર આયોગે આ જાણકારી આપતા ચિંતા પણ વ્યક્ત કરી હતી. આયોગે ટવીટ કર્યું કે, એચઆરસીપી સિંદના કાશમોર અને ઘોટકી જિલ્લામાં કાયદાની સ્થિતિ થોડી વણસી છે અને તેને લઈને જે પણ સમાચાર કે રિપોર્ટ સામે આવ્યા છે એને લઈને ચિંતીત છે. અહીં હિન્દુ સમુદાયના લગભગ 30 જેટલાં લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ છે. 150 વર્ષ જૂના મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular