Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઝાકળ વર્ષા થી રસ્તાઓ થયા ગાયબ

જામનગરમાં ઝાકળ વર્ષા થી રસ્તાઓ થયા ગાયબ

જામનગરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વ્હેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી હતી. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. માર્ગો પર 100 મીટર સુધી પણ દેખાતું ન હોય, વાહન ચલાવવામાં લોકોને મુશ્કેલી પડી હતી. જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી હતી.

- Advertisement -

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલ્ટો આવ્યો છે. જામનગર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કડકડતી ઠંડી જોવા મળી હતી. ઠંડીના જોર સામે ભેજનું પ્રમાણ પણ વધતુ જોવા મળી રહ્યું છે. જેને પરિણામે આજે સવારે જામનગરમાં ઝાકળભીની સવાર જોવા મળી હતી. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી, મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 90 ટકા નોંધાયું હતું.

- Advertisement -

હવામાં ભેજનું પ્રમાણ 90 ટકા સુધી પહોંચી જતાં ગાઢ ધુમ્મસ છવાઇ હતી. ગાઢ ધુમ્મસના કારણે લો-વિઝિબિલીટી જોવા મળતાં 100 ફૂટ દૂરનું પણ દેખાતું ન હોય, વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વ્હેલી સવારે કામ-ધંધા અર્થે જતાં લોકો તેમજ શાળાએ જતાં બાળકો પણ ગાઢ ધુમ્મસના કારણે અટવાયા હતાં. તો ઝાકળના કારણે રોડ ઉપર વાહનો સ્લિપ થયાના બનાવો પણ સર્જાયા હતાં. ભારે ઝાકળને કારણે મોટી ઇમારતો પણ અદ્રશ્ય થયેલી જોવા મળી હતી.

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. ગઈકાલે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યા બાદ આજે વહેલી સવારે પણ વાતાવરણમાં ઝાંકળ ઉતરી આવી હતી. ખંભાળિયા પંથકમાં આજે વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ છવાયો હતો. જેના કારણે ખાસ કરીને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. જો કે ચઢતા પહોરે ધુમ્મસનું સામ્રાજ્ય ઓછું થયું હતું. છેલ્લા બે દિવસ દરમિયાન વાતાવરણમાં થયેલા ફેરફાર તથા ઝાકળને કારણે કાતિલ ઠંડીથી લોકોએ રાહત અનુભવી છે અને તાપમાનનો પારો ઊંચકાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular