રાજસ્થાનમાં એક મેળા દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો. કેબલ તૂટવાને કારણે રાઈડ 30 ફૂટ ઉપરથી નીચે પડી. ઘટનામાં સાત બાળકો સહીત 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને JLN હોસ્પિટલ લઇ જવાયા, અમુક ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું પણ સામે આવ્યું છે.
રાજસ્થાનના અજમેરના કુંદનનગરમાં આવેલા ડીઝનીલેન્ડમાં મંગળવારે એક રાઈડ કેબલ તૂટવાના કારણે 30 ફૂટથી નીચે પડી હતી. આ રાઇડમાં 25 જેટલા લોકો બેઠા હતા. જેમાંથી સાત બાળકો સહીત 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ રાઈડના સંચાલક સહીત તમામ દુકાનદારો મેળામાંથી ભાગી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ આરંભી હતી.
મેળા સંબંધિત પરવાનગી લેવાઈ ચુકી હતી, રાઈડો અંગે સ્થળ તપાસ પણ થઇ હતી. નિરિક્ષણ દરમિયાન રાઈડ યોગ્ય હોવાથી પરવાનગી આપવામાં આવી હતી. અકસ્માતનું કારણ શું હતું તે અંગે તપાસ કરવા સુચના અપાઈ છે. દોષિતો સામે કાર્યવાહી કરાશે.