Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકા નજીક પૂરપાટ જતા ટ્રકની હડફેટે રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત

દ્વારકા નજીક પૂરપાટ જતા ટ્રકની હડફેટે રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત

- Advertisement -

દ્વારકાથી ઓખા તરફના માર્ગ પર પૂરપાટ આવી રહેલા ટ્રકચાલકે રીક્ષાને ઠોકર મારતા અકસ્માતમાં રીક્ષાચાલકને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકાથી આશરે 12 કિલોમીટર દૂર ઓખા તરફ જતા માર્ગે પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ટ્રકના ચાલકે આ માર્ગ પર જીજે-23-વાય-0356 નંબરના રિક્ષામાં જઈ રહેલા મોસીનભાઈ અજીતભાઈ બાલાગમિયા નામના યુવાનના રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા મોસીનને શરીરના જુદાં-જુદાં ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અજીતભાઈ જુસબભાઈ બાલાગમિયા (ઉ.વ. 45, રહે. દ્વારકા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular