Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં દારૂની હેરાફેર કરતાં રિક્ષા ચાલકની ધરપકડ

જામનગર શહેરમાં દારૂની હેરાફેર કરતાં રિક્ષા ચાલકની ધરપકડ

- Advertisement -

જામનગર શહેરના હિંગળાજ ચોક વિસ્તારમાંથી પસાર થતી રીક્ષાને આંતરીને તલાસી લેતાં તેમાંથી 48 બોટલ દારુ મળી આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાંથી પોલીસે બે બાઇકને આંતરીને તલાસી લેતાં તેમની પાસેથી 10 બોટલ દારુ મળી આવતાં બંનેની ધરપકડ કરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના હિંગાળજ ચોક વિસ્તારમાંથી પસાર થતી જીજે-10 ડબલ્યુ-9345 નંબરની રીક્ષાને સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતાં તેમાથી 24 હજારની કિંમતની ઇંગ્લીશ દારુની 48 બોટલ મળી આવતાં પોલીસે સતિષ લક્ષ્મીદાસ ગજરા નામના શખ્સની ધરપકડ કરી રૂા. દોઢ લાખની રીક્ષા મળી કુલ રૂા. 1.74 લાખનો મુદ્ામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારુના જથ્થામાં રમેશ ઉર્ફે રમલો મારુતિ મંગલદાસ હરવરાનું નામ ખુલતાં પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો જામનગર શહેરના દિ.પ્લોટ 45માં સુભાષપરા શેરી નં. 1માંથી દારુના જથ્થા સાથે બાઇકસવાર પસાર થવાની એલસીબીના હરદીપ બારડ અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઇ બી.એન. ચૌધરી તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતાં જીજે-10 ડીકયુ-2736 અને જીજે-10 એસ-6344 નંબરના બે બાઇકને આંતરીને તલાસી લેતાં કિશન મયૂર કનખરા અને અર્જુનસિંહ બળવંતસિંહ રાઠોડ નામના બે શખ્સોના કબજામાંથી રૂા. 4000ની કિંમતની ઇંગ્લીશ દારુની 10 બોટલ અને 10000ની કિંમતના બે નંગ મોબાઇલ મળી આવતાં પોલીસે રૂા. 90000ની કિંમતના બે બાઇક મળી કુલ રૂા. 1,04,000ના મુદ્ામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરતાં આ દારુનો જથ્થો દિ.પ્લોટમાં રહેતા ભાવેશ દામા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતાં પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-3માંથી પસાર થતાં સોહિલ દિનેશભાઇ સંજોટ નામના શખ્સને પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી એક બોટલ દારુ મળી આવતાં સોહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular