ભાણવડની નકટી નદીમાં વાછરડું પડતા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા બચાવ કરાયો હતો. હજુ થોડા દિવસો પહેલાની જ વાત છે, રેલિંગના અભાવે એક પશુ આ નકટી નદીમાં પડી જતા જીવ ગુમાવ્યો હતો.
ગઈકાલે ફરી એક વાછરડું પડી જતા દુર્ગંધ મારતા આ પાણી/કાદવ કીચડ માં ઉતરી અને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા મહામહેનતે આ વાછરડાનો આબાદ બચાવ કરાયો હતો. નદી ને ફરતે હવે રેલિંગ થાય તો આવા ઘણા અબોલ જીવો બચી શકે તેમ છે. નહીંતર આવા અબોલ જીવો પોતાના જીવ ગુમાવ્યે રાખશે. જ્યારે નગરપાલિકા ભાણવડ માં ભાજપનું શાસન હતું ત્યારે પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હતી પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ નથી માત્ર ખોટા વાયદાઓ કરાયા હતા. હાલ કોંગ્રેસ ના સત્તાધીશો દ્વારા પણ અગાઉ બોર્ડ ની મિટિંગ માં આ અંગે ઠરાવ થયેલો હોય તુરંત કાર્યવાહી કરશે તેવી ખાત્રી પણ અપાઈ હતી.