જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ે થયેલી શાબ્દીક ગરમારગરમી બાદ આ ઘટનાને લઇ જામનગર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
શનિવારે જામનગર જૈન સમાજના આગેવાનોએ જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા સમક્ષ આ ઘટના અંગે વેદના વ્યકત કરી હતી અને આગામી સમયમાં માત્ર જૈન સમાજ નહીં કોઇપણ સમાજનો વ્યકિત કોઇપણ હોદા પર હોય તેની સાથે ગેરવર્તન ના થાય તેવા પગલાંની માંગણી કરી હતી. અને મેયરના જાહેરમાં ઘોર અપમાનથી દુ:ખની લાગણી વ્યકત કરી હતી. આ અંગે શહેર ભાજપ પ્રમુખે પણ યોગ્ય કરવાની ખાતરી આપી હતી. જૈના સમાજના અગ્રણી ભરતભાઇ પટેલ, નરેન્દ્રભાઇ કોઠારી, નિતીનભાઇ સોલાણી, જતિનભાઇ મેતા સહિતના અગ્રણીઓ દ્વારા શહેર ભાજપ કાર્યાલયે શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કથગરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી તથા પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વસંત ગોરી સમક્ષ રજૂઆત કરી હતી.