- Advertisement -
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં થયેલી માથાકૂટ તથા જીવલેણ તકરારના સંદર્ભમાં જિલ્લા પોલીસે સલાયાના એક આરોપીની ધરપકડ કરી હતી. આ શખ્સને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તે નાસી છુટતાં આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કડક વલણ અખત્યાર કરી અને સલાયા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા નગાભાઈ હરદાસભાઈ લુણા, પીઠાભાઈ પાબાભાઈ જોગલ તથા વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા નામના ત્રણ પોલીસ કર્મીની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.
આ પ્રકરણે સ્થાનીક પોલીસ બેડામાં ચકચાર પ્રસરાવી છે.
- Advertisement -