હાલારમાં કોરોના સંક્રમણ હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યું છે. ધીમે ધીમે પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જે રાહનની બાબત છે. 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને તેની સામે 107 દર્દીઓ સ્વસ્થ થયા હતાં તથા એક દર્દીનું મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.
જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યાની સાથે મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 06 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેમાં જામનગર શહેરમાં શુક્રવાર નવા 3 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયા છે અને તેની સામે 75 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સામે 12 દર્દીઓ સાજા થયા છે. જો કે, કોરોનાની ત્રીજી લહેરમાં સ્થિતિ સુધારા તરફ આગળ વધી રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં 1 દર્દીઓના મોત નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે કોરોનાના નવા ફક્ત બે કેસ નોંધાયા છે. જેમાં ખંભાળિયા તથા દ્વારકાના એક-એક દર્દીઓ સંક્રમિત જાહેર થયા છે. આ વચ્ચે ભાણવડના 11, કલ્યાણપુરના 4, ખંભાળિયાના 3 અને દ્વારકાના બે દર્દીઓ મળી, 20 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. કાલે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1,014 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.