એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ અનુસાર, શિવસેના, આપ, ડીએમકે અને જેડીયુ સહિતના 14 સ્થાનિક પક્ષોએ 2019-20માં 447.49 કરોડ રૂપિયાનું દાન ઇલેકટોરલ બોન્ડ દ્વારા મળ્યુ હોવાની જાહેરાત કરી છે. આ રકમ આ પક્ષોની આવકના 50.97 ટકા જેટલી છે. પોલ રાઇટ ગ્રુપના રિપોર્ટ અનુસાર 2019-20માં દેશભરના 42 સ્થાનિક પક્ષોની કુલ આવક 977.957 કરોડ રૂપિયા હતી. રિપોર્ટ અનુસાર, 42માંથી ચૂંટણી બોન્ડ દ્વારા મળેલ દાનની જાહેરાત કરનારા 14 સ્થાનિક પક્ષોમાં ટીઆરએસ, ટીડીપી, વાયએસઆરસી, બીજેડી, ડીએમકે, શિવસેના, આપ, જેડીયુ, એસપી, જેડી.એસ, એસએડી, એઆરએડોએમકે, આરજેડી અને જેએમએ સામેલ છે.
સ્થાનિક પક્ષોમાં ટીઆરએસ 130.46 કરોડની આવક સાથે ટોચ પર છે. આ રકમક બધા પક્ષોમાં ટીઆરએસ 130.46 કરોડની આવક સાથે ટોચ 111.403 કરોડ રૂપિયાની આવક મેળવી છે. તો વાયએસઆર-સીએ 92.739 કરોડ રૂપિયાની આવક મેળવી છે.
તુલનાત્મક અભ્યાસથી જાણવા મળ્યુ કે 23 પક્ષોની આવક 2018-19 થી 2019-20 વચ્ચે વધી હતી તો 16 પક્ષોની આવકમાં ઘટાડો થયો હતો. સંયુકત રીતે જોવામાં આવે તો આ 39 પક્ષોની આવક 2018-19 માં 1087.21 કરોડથી ઘટીને 874.47 કરોડ રૂપિયા થઇ હતી. 24 સ્થાનિક પક્ષોએ આવકનો મોટો ભાગ વાપર્યો નહોતો જ્યારે 18 સ્થાનિક પક્ષોએ પોતાની આવક કરતા વધારે ખર્ચ કર્યો હતો.