બસમાલિકો તથા ડ્રાઈવર / કંડક્ટર / ઓફિસ સ્ટાફ તથા અન્ય શ્રમિકોના શ્રમ કાર્ડ ની નોંધણી માટે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ, પાલડી તથા ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર્સ એસોસિએશન, શાહીબાગ ની ઓફિસે નોંધણી અધિકારી આવ્યા છે જેમણે જરૂરી દસ્તવેજો (આધારકાર્ડ / પાસબુક ની ઝેરોક્ષ કોપી) લઈ રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ચાલુ કરી છે.
આ રજીસ્ટ્રેશન તા.૧૫/૧૨/૨૦૨૧ થી તા.૧૮/૧૨/૨૦૨૧ સુધીમાં સવારે ૧૧:૩૦ વાગ્યાથી ૦૫:૩૦ વાગ્યા સુધી બંને સંસ્થાની ઓફિસે થઈ શકશે. જેથી દરેક શ્રમિકો એ સરકારની યોજનાઓનો લાભ લેવા શ્રમ કાર્ડ ની નોંધણી માટે ગુજરાત ટુરિસ્ટ વહિકલ ઓપરેટર્સ એસોસીએશન, ૯૧ ,સહજાનંદ કોમ્પલેક્ષ, શ્રીનાથ ટ્રાવેલ્સ ની ઓફીસ સામે, શાહીબાગ મો. 90996 23348 તથા અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ, ૩૧૨, ઓનેકસ ૨, ઇગલ ટ્રાવેલ્સ ની ઉપર, પટેલ ટ્રાવેલ્સ ની સામે, પાલડી ચાર રસ્તા 9898232428, 9904821606 નો સંપર્ક કરવા યાદી જણાવે છે.


