ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના કાબૂમાં આવી ગયો છે અને તેનો ભય પણ દૂર થઇ ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ઘણા રાહતપૂર્ણ સંકેત આપ્યા હોય તેમ મહામારી હવે ખત્મ થવામાં હોવાનું જાહેર કર્યું છે. એટલું જ નહીં કોરોના મૃત્યુ આંક પણ માર્ચ-2020 પછીના સૌથી નીચા સ્તરે આવી ગયાનું કહ્યું છે.
વિશ્ર્વ આરોગ્ય સંગઠનના વડાએ કહ્યું કે ગત સપ્તાહમાં કોરોના મૃત્યુઆંક માર્ચ 2020 પછીના સૌથી નીચા સ્તરે આવી ગયો હોવાથી હવે વિશ્વભરને હચમચાવનાર રોગચાળો મરણપથારીએ પહોંચી ગયાનું મનાય છે. અત્યાર જેવી સારી પરિસ્થિતિ અઢી વર્ષે જોવા મળી રહી છે. જો કે હજી સંપૂર્ણ ખત્મ ગણી ન શકાય.
મેરેથોન રનર ફીનીશ લાઇન જોઇને અટકી નથી જતો પરંતુ વધુ ઝડપથી દોડીને તે લાઇન પાસ કરે છે તેવી જ રીતે લોકોએ પણ હજુ જીતની પોઝીશન હાંસલ કરવાની છે. જો કે તેમણે એવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે કોરોના ખત્મ થયાની તક ઝડપવામાં નહીં આવે તો હજુ નવા વેરિએન્ટનું જોખમ ઉભુ રહેશે એટલે વર્તમાન હાલતને બાંધી દેવાની જરૂર છે. તેઓએ જણાવ્યું હતું કે વિશ્વભરના દેશોએ કોરોના કે ભવિષ્યમાં તેના જેવા ઉત્પન્ન થનારા સંભવિત રોગચાળા સામે કાયમી ધોરણે તૈયાર રહેવાની અને તેના આધારિત નીતિ ઘડવાની જરૂર છે. કોમોર્બીડ લોકોને રસી આપવા, કોરોના ટેસ્ટીંગ ચાલુ રાખવા, જીનોસ સીકવન્સીંગ યથાવત રાખવા સહિતના પગલાની તેઓએ હિમાયત કરી હતી.
આરોગ્ય તંત્રને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ સજ્જ રાખવાની આવશ્યકતા છે. ટ્રેડઝોએ કહ્યું કે, વિશ્ર્વ આરોગ્ય સંગઠન કોરોના સામે 2019ના અંતથી કાર્ય કરી રહ્યું છે અને તેનો સંપૂર્ણ ખાત્મો થતા સુધી કામગીરી ચાલુ જ રાખશે. દુનિયાના દેશો, રસી ઉત્પાદકો અને સમાજ સંયુક્ત રીતે કોરોનાને સંપૂર્ણ ખત્મ કરી શકશે. વિશ્વ આરોગ્ય સંગઠનના ટેકનિકલ વડા ડો. મારિયાએ કહયું કે કોરોના વાઇરસ હજુ વિશ્વમાં સક્રિય છે અને ભવિષ્યમાં તેની લહેર આવી શકે છે પરંતુ ભુતકાળ જેવી મોતની લહેર નહીં હોય. કારણ કે હવે દુનિયા પાસે અસરકારક રસી ઉપલબ્ધ છે.ત્રવિશ્વઆરોગ્ય સંસ્થાએ કરી રાહતભરી જાહેરાત : વાઇરસ સક્રિય હોવા છતાં ભૂતકાળ જેવી ગંભીર સ્થિતિ નહીં સર્જાય