જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હાપા માર્કેટ યાર્ડમાં આજે કપાસનો વિક્રમી ભાવ બોલાયો હતો. જે સમગ્ર ગુજરાતના યાર્ડમાં સૌથી વધુ ભાવ રહેતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી. હાપા યાર્ડમાં 20 કિલો કપાસના રૂા. 2111 ભાવ બોલાયો હતો.
હાપા માર્કેટ યાર્ડમાં આજે ઘઉં, કપાસ, અજમા સહિતની જણસીઓની આવક થઇ હતી. જેમાં કપાસનો વિક્રમી ભાવ બોલાતાં રેકોર્ડ બ્રેક થયો હતો. હાપામાં ગતવર્ષે કપાસનો સૌથી વધુ ભાવ રૂા. 1365 નોંધાયા બાદ આ વર્ષે અંદાજે રૂા. 700 જેટલો ઉછાળો આવ્યો હતો. આજે યાર્ડમાં કપાસના 20 કિલોના રૂા. 2111 હરાજીમાં ભાવ આવ્યા હતાં. 2000 જેટલી ભારી કપાસની આવક નોંધાઇ હતી. ખેડૂતોના કપાસના વિક્રમી ભાવ મળતાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.