ગુજરાતતે વેકસીન ઝૂંબેશને આગળ વધારી 5 ઓગસ્ટ સુધીમાં 3 કરોડ 50 લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના 2 કરોડથી વધુને પ્રથમ ડોઝ અને 85 લાખ 43 હજાર 595 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ રાજ્યમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું છે. એક જ દિવસમાં વેક્સીનના પોણા છ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
ગઈકાલે 5 ઓગસ્ટના રોજ રાજ્યમાં વેક્સીનના 5લાખ 81હજારથી વધુ ડોઝ આપીને એક દિવસમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું છે. તા.5 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં તમામ જુથોના 2,64,57,439 પ્રથમ ડોઝ તથા 85,43,595 બીજો ડોઝ મળી કુલ 3,50,01,034 વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના કેસ શૂન્ય છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા હતા જયારે 31 દર્દીઓ રીકવર થયા છે. ત્યારે રિક્વરી રેટ 98.75 ટકા થયો છે.