Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ

જામનગરમાં ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ

 

- Advertisement -

જામનગરમાં ઇસ્કોન પરિવાર દ્વારા શનિવારે ભગવાન જગન્નનાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઇસ્કોન મંદિરે ભગવાન જગન્નાથજીને છપ્પનભોગ ધરાવાયો હતો. આ રથયાત્રામાં ભાવિક-ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતાં. જામનગરના સુમેર કલબ પાસેથી પ્રારંભ થયેલી આ રથયાત્રામાં ઇસ્કોન મંદિર પાસે પૂર્ણાહુતિ થઇ હતી.

જામનગરમાં ઇસ્કોન પરિવાર દ્વારા શનિવારના રોજ ભગવાન જગન્નાથજીની 16મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. બપોરે 3:30 વાગ્યે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જય જગન્નાથજીના નાદ સાથે પ્રારંભ થયેલી આ રથયાત્રા સુમર કલબ નજીક સાત રસ્તા પાસેથી પ્રારંભ થઇ ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળિયા ગેઇટ, હવાઇચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઇસ્કૂલ, બેડીગેઇટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રિજ, રાજપાર્ક, ગુલાબનગર સહિતના રાજમાર્ગો પર થઇ ઇસ્કોન મંદિરે પૂર્ણ થઇ હતી. રથયાત્રા દરમિયાન દરેક રૂટ ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રસાદ, ફ્રૂટ, ઠંડાપીણાનું વિતરણ પણ થયું હતું.
ઇસ્કોન પરિવાર આયોજિત રથયાત્રાના પ્રારંભે જામનગરના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી તથા રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, પ્રદેશ ભાજપના પ્રેરકભાઇ શાહ, શહેરભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, કોર્પોરેટરો નિલેશ કગથરા, ભાજપા મીડિયા સેલના દિપાબેન સોની ઉપરાંત અગ્રણી મેરામણભાઇ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

- Advertisement -

આ ઉપરાંત ઇસ્કોન મંદિરે શ્રૃંગાર દર્શન, ધાર્મિક પ્રવચન, મંગળા આરતી સહિતના આયોજનો પણ થયા હતાં. અષાઢીબિજના પાવન પર્વ પર ભગવાન જગન્નાથ અને બલભદ્ર, સુભદ્રાની રથયાત્રામાં નિકળે છે. ત્યારે પુરી ખાતે તેમજ અમદાવાદમાં પણ ખૂબ મોટી રથયાત્રા નિકળી હતી. જામનગરમાં પણ ઇસ્કોન મંદિરેથી અષાઢીબિજની રથયાત્રાનું આયોજન કરાયું હતું. તેમજ મંદિરમાં ભગવાન જગન્નાથજીને છપ્પનભોગ ધરાવામાં આવ્યા હતાં અને ભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular