માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. જ્યારે નાના મોટા સૌ કોઇ માઁ જગદંબાના આગમનની આતૂરતાથી રાહ જોઇ રહ્યાં હોય રઘુવંશી ચિલ્ડ્રન કલબ દ્વારા વેલકમ રઘુવંશી રાસોતસવ 2K25 યોજાયો. આજના આ આધુનિક યુગમાં આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ અને પરંપરા આપણા બાળકો સુધી પહોંચે તેવા ઉમદા હેતૂથી આ કલબ કામ કરી રહી છે. જ્યાં બાળકોને સામાજિક, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જીવનની શિખ આપવામાં આવે છે. ત્યારે લોહાણા મહાજન વાડી ખાતે ગઇકાલે RCC એ રઘુવંશી સહેલી ગ્રુપના સહયોગથી રાસોત્સવનું આયોજન કર્યું હતુ:. જેમાં નાના બાળકોથ લઇને મોટા બહેનો સુધી દરેક સભ્યએ પારિવારિક વાતાવરણમાં ગરબાની રમઝટ બોલાવી હતી.
આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, વેપારી અગ્રણી વિપુલભાઇ કોટક, હેમલભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, બાદલભાઇ રાજાણી, અશોકભાઇ જોબનપુત્રા, એડવોકેટ હેમલભાઇ ચોટાઇ સહિતા રઘુવંશી સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સ્થાપક પ્રમુખ અલ્કાબેન વિઠ્ઠલાણી તેમજ તેમની ટીમએ જહેમત ઉઠાવી હતી.


