Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર જિલ્લા હોમગાર્ડઝનો રેન્ક પ્રમોશન સન્માન કાર્યક્રમ

Video : જામનગર જિલ્લા હોમગાર્ડઝનો રેન્ક પ્રમોશન સન્માન કાર્યક્રમ

જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીના અધ્યક્ષસ્થાને આપદા મિત્ર તાલીમના જવાનોનો સન્માન કાર્યક્રમ

- Advertisement -

જામનગર જિલ્લા હોમગાર્ડઝમાં વર્ષોથી ખાલી રહેલી એનસીએની જગ્યાઓ પર તાજેતરમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીના માર્ગદર્શન હેઠળ રેન્ક ટેસ્ટ યોજવામાં આવી હતી.

- Advertisement -

જામનગર જિલ્લા હોમગાર્ડઝમાં રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલા જવાનોને પ્રમોશન મળતા સમગ્ર હોમગાર્ડઝ દળમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ કુલ 46 જેટલા ઉમેદવારોએ આ ટેસ્ટ આપી હતી. જેમાંથી 28 થી 30 જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થતા તેમને લાલ બંગલા ખાતે સીટી યુનિટની પરેડમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તથા અન્ય હોમગાર્ડઝ અધિકારીઓ દ્વારા પ્રમોશન રેન્ક પહેરાવવામાં આવ્યા હતાં.

- Advertisement -

આ ઉપરાંત ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની આપદા મિત્ર તાલીમ લઇને આવેલા ભાઈઓ – બહેનોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular