Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે

જામનગરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે

- Advertisement -

રામેશ્વર મહાદેવ મંદિરે કાર્યક્રમો

- Advertisement -

તા. 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ ઉપર નિમાર્ણ પામેલ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જેની જામનગરમાં પણ ઉજવણી થઇ રહી છે. જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલ રામેશ્ર્વર મહાદેવ મંદિરે રામ ધૂન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10થી 12 રામધૂન તથા બપોરે 12 વાગ્યે પ્રસાદ યોજાશે. જેનું ભાવિક ભક્તોએ લાભ લેવા વોર્ડ નં. 5ના કોર્પોરેટર કિશન માડમ દ્વારા અનુરોધ કરાયો છે.

ઇલેકટ્રીકટ કોન્ટ્રાકટર એન્ડ ડિલર્સ એસો. દ્વારા ધંધા-રોજગારો બંધ રાખવા અપીલ
આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય, જેને લઇ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. જ્યારે આ દિવસે બપોરે 2 વાગ્યા સુધી ધંધા-રોજગાર બંધ રાખી આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બની સાંજના સમયે પોતાના ઘર તેમજ ધંધાર-રોજગારની જગ્યાએ ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરવા અને દિવડા તેમજ રોશનીથી શણગાર કરવા જામનગર ઇલેકટ્રીકટ કોન્ટ્રાકટર એન્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ નિલેશ કગથરા તથા સેક્રેટરી કે.સી. મહેતા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -

લીંબડીયા હનુમાન મંદિરે સમુહ હનુમાનચાલીસા
જામનગરના લીમડાલેન વિસ્તારમાં આવેલા શ્રી લીંબડીયા હનુમાન મંદિરે તા.22મી જાન્યુ.ના રોજ સાંજે 6 થી 9 દરમ્યાન હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મકાર્યમાં જોડાવા માટે લીમડાલેન વેપારી એસોશિએશન દ્વારા સભ્યો તેમજ રામભકતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા વિનામૂલ્યે દીવડા વિતરણ

- Advertisement -

આગામી 22જાન્યુઆરીના અયોધ્યા મુકામે ભગવાન શ્રીરામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ દિવસે તમામ દેશવાસીઓને તેમના ઘરે દિવડાં પ્રજલ્લવન કરવા આહવાન કર્યું છે. આ આહવાનને લઈ ભારત તીબ્બત સંઘ જામનગર મહિલા વિભાગ દ્વારા મહિલા કોર્પોરેટ અને ભારત તીબ્બત સંઘના પ્રદેશ મહિલા સચિવ ડિમ્પલબેન રાવલના સહકારથી રામભક્તોને 5000 દિવડાં વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આગામી શનિવાર તા. 20ના સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ડી.કે.વી.સર્કલ નજીક દિવડાં વિતરણ કરવામાં આવશે. જામનગર મહિલા વિભાગના અધ્યક્ષ પાયલબેન શર્માએ તમામ રામભક્તોને આ કાર્યમાં જોડાવા અપીલ કરી છે.

રિટેલ વેપારી મહામંડળ દ્વારા વેપાર ધંધા બંધ રાખવા અનુરોધ
અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર છે. આથી આ દિવસે જામનગર રિટેલ વેપારી મહામંડળના સદસ્યોએ પણ વેપાર-ધંધા બંધ રાખી શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુરુપ પોતાની દુકાને તથા ઘરે ઉજવણી કરવા સંસ્થાના પ્રમુખ શશીકાંત મશરુએ અનુરોધ કર્યો છે.

બાલા હનુમાન મંદિર ખાતે રકતદાન યજ્ઞ

જામનગરના આંગણે આગામી તા. 22ના સોમવારે ધર્મકાર્ય સાથે માનવ સેવાના સતકાર્ય રૂપે રકતદાન યજ્ઞ આયોજીત કરવામાં આવ્યો છે. જામનગર પત્રકાર મંડળ અને જામનગર વોલન્ટરી બ્લડ બેંકના સંયુકત ઉપક્રમે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે “છોટીકાશીના વિશ્ર્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિર પાસે તા. 22-1-24ના સોમવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા દરમીયાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યાધામના ઐતિહાસિક ધર્મોત્સવના શુભ અવસરે જામનગરવાસીઓ વધુમાં વધુ સંખ્યામાં સ્વૈચ્છીક રકતદાન કરે તેવો અનુરોધ જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઇ ગણાત્રા અને જામનગર વોલન્ટરી બ્લડ બેંકના એમ.ડી. અનિરૂદ્ધસિંહ જાડેજાએ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular