Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરજામનગર, જામજોધપુર અને લાલપુર તાલુકામાંથી રૂપિયા 50.17 લાખની વિજ ચોરી ઝડપાઇ

જામનગર, જામજોધપુર અને લાલપુર તાલુકામાંથી રૂપિયા 50.17 લાખની વિજ ચોરી ઝડપાઇ

- Advertisement -

જામનગર, જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પીજીવીસીએલની ટીમે વિજ ચેકિંગ દરમિયાન 106 વિજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી લઇ રૂા. 50.17 લાખના વિજ બિલો ફટકાર્યા હતાં.

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં પીજીવીસીએલની ટીમ દ્વારા વિજ ચોરીના દુષણને અટકાવવા વિજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરુપે પીજીવીસીએલના અધિક્ષક માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની 50 ટીમો દ્વારા જામજોધપુર અને લાલપુર તાલુકાના ભણગોર, સણોસરી, આંબરડી, વનાણા, મેઘપર, ઇશ્ર્વરીયા, મોટીવેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ જામનગર તાલુકાના સરમત, લાખાબાવળ, મસિતિયા, કનસુમરા, ઢીંચડા સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કુલ 537 વિજ જોડાણો ચેક કર્યા હતાં. જે પૈકી 106 જેટલા વિજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા. 50.17 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular