મુંબઇ માટુંગા પોલીસ સ્ટેશનના ગુનામાં અરજદારની ધરપકડ નહીં કરવા પીઆઇના કહેવાથી તેના સાગરિતે ફરિયાદી પાસેથી રૂા. 10 લાખની માગણી કરી હતી. પૈસાની આપલે થયા બાદ પીઆઇએ વચેટીયાને પૈસા મળી ગયા છે. તેવી ફોનમાં વાત કરાવ્યા બાદ પી.આઇ.ના સાગરિતને એસીબીએ ઝડપી લીધો હતો.
માટુંગા પોલીસ સ્ટેશનના ગુનામાં રાજકોટ રહેતા ફરિયાદીનું નિવેદન નોંધવા તેના સરનામે નોટિસ મોકલી હતી. જેથી પોલીસ સ્ટેશનના પીઆઇ દીગંરબ એ. પાગરના કહેવાથી રાજકોટ રહેતા તેના સાગરીત જયમીન સાવલિયાએ ફરિયાદનો સંપર્ક કરેલ જેમાં તેઓને કહ્યું કે તમારી નોટિસ ઈસ્યુ કરનાર માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ દીગંબર એ. પાગર સાથે જયમીન સાવલિયાએ ફરિયાદી સાથે સંપર્ક કરાવતા પીઆઇએ ધરપકડ તથા હેરાનગતિ નહીં કરવા રૂા. 10 લાખની માંગણી કરી હતી.
જેથી ફરિયાદી માંગેલી લાંચ આપવા માગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં રેસકોર્સ રીંગ રોડ પર આવેલ ટી પોસ્ટે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ રૂા. 10લાખ આપતા જ એસીબી સ્ટાફે પ્રગટ થઇ લાંચ લેતા પીઆઇના સાગરિતને રંગે હાથ દબોચી લીધો હતો. એસીબી સફળ ટ્રેપની વાત વાયુવેગે ફેલાઇ પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો છે.
રાજકોટ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઈ આર.એન.વીરાણી તથા સ્ટાફે ગત તા. પના અરજી સંદર્ભે ફરિયાદીને હેરાન ન કરવા બાબતે રપ હજારની લાંચ લેતા યુનિ. પોલીસ સ્ટેશન હસ્તકની પંચાયત ચોકીનો કોન્સ્ટેબલ વિપુલ અને વકીલ ભાવિનની ધરપકડ કરી હતી. તેમજ ગત તા. 13ના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને પણ રૂા. 1.80 લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો. દરમ્યાન પીઆઇના સાગરિતને પણ દબોચી લીધો છે.