આજના ગ્લોબલ વોર્મિંગમાં જે માહોલ સર્જાય રહ્યો છે. તે જોતાં પાણી અંગે ચિંતા થાય છે. પાણી બચાવીને સંગ્રહ કરવું ખૂબ જરુરી છે. ત્યારે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના આદેશ અનુસાર દાઉદી વ્હોરા સમાજ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને કન્ઝર્વેશન પ્રોગ્રામ યોજાયો હતો.
પાણીની સમસ્યાનો હલ મળે અને વરસાદના પાણીને વહેતુ અટકાવી શકાય અને તેનું સ્ટોરેજની અવેરનેસ લોકોમાં ફેલાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જળ યોધ્ધા તરીકે જાણીતા શરદભાઇ શેઠ દ્વારા આ વિષય પર ખાસ વક્તવ્ય આપ્યું હતું. લોકોને તેમના પ્રશ્ર્નોના જવાબ મળી રહે તે રીતે શરદભાઇએ આ વિષયને લોકો સમક્ષ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તે સમાજના સીએ મુ. ઓનઅલી મોદીની યાદીમાં જણાવાયું છે.