ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે. ત્યારે વહેલી સવારે અને રાત્રી દરમિયાન ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે. પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાવાને લીધે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા અને ડાંગમાં આજે હળવો વરસાદ પડી શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમી બાદ હવે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે.
અંતે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં અતિવૃષ્ટિના પરિણામે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. અને હવે માવઠાની આગાહી વચ્ચે જગત નો તાત ફરી ચિંતામાં મુકાયો છે. થોડા દિવસો પહેલા પણ અમરેલી તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદના લીધે ખેડૂતોને નુકશાની થઇ હતી.
હવામાન ને લગતા વધુ સમાચાર જાણવા માટે ક્લિક કરો : હવામાન