ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી જ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. માર્ચ મહિનાથી જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રી વટાવી ગયો હતો. પરંતુ એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 21 અને 22 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 અને 21 એપ્રિલ બે દિવસ દરમિયાન વાતાવણમાં પલટો આવી શકે છે. અને 21 એપ્રિલે સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી, દીવ અને ભાવનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22 એપ્રિલે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી અને અમરેલીમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ પડી શકે છે.
ગુજરાત સાથે અન્ય રાજ્યોમાં પણ વાતાવરણ બદલાવવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારો, મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, કાળઝાળ ગરમીની આગાહી કરવામા આવી છે. આ વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ જોવા મળશે