જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયું વાતાવરણ જામ્યું છે. આજે દિવસભર વાદળછાયા આકાશ વચ્ચે આખરે રાહ જોવાવતો વરસાદ શરુ થયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ઉકળાટમાંથી રાહત મળી છે.
View this post on Instagram
શહેરના અનેક વિસ્તારમાં થોડા સમય માટે પણ વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છાંટા પડતાં નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવો થી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.


