જામનગર જિલ્લામાં સતત મેઘ સવારી ચાલુ રહી છે. આજે સતત ત્રીજાદિવસે પણ કાલાવડ શહેરમાં મેઘસવારી આવી પહોંચી હતી. કાલાવડ પંથકમાં આજે સતત એક કલાકથી વરસાદ વરસી રહ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી.
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. તડકા વચ્ચે વાદળોના આટા ફેરા જોવા મળી રહ્યા છે. છેલ્લાં થોડા દિવસોથી થઇ રહેલી અસહ્ય ગરમીમાંથી પણ શહેરીજનોને આંશિક રાહત મળી રહી છે. આસ કરીને જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો.
કાલાવડ શહેરમાં આજે સતત 1 કલાક સુધી મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.એક કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્તા શહેરની બજારોમાં પાણી ફરી વળ્યા હતાં. સતત ત્રણ દિવસથી વરસી રહેલાં વરસાદને પરિણામે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ વરસાદથી બાળકોને પણ મજા પડી છે. વરસાદમાં બાળકો ન્હાવાની તેમજ ક્રિકેટની મજા લેતાં જોવા મળી રહ્યા છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલાં વરસાદને પરિણામે કાલાવડ શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.