Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘરાજાની સવારી પુન: આવી ચડી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘરાજાની સવારી પુન: આવી ચડી

ખંભાળિયામાં ધોધમાર સાડા ત્રણ ઈંચ વરસાદ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે સવાર સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને બાર વાગ્યાથી બ્રેક લીધો હતો. આજે સવારથી પુન: મેઘરાજા મેદાનમાં આવી ગયા હતા અને સવારે દસેક વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેણે થોડી જ વારમાં વેગ પકડ્યો હતો. ભારે ઝાપટા રૂપે અવિરત રીતે પડેલા આ વરસાદથી આજે સવારે 10 થી 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખંભાળિયા તાલુકામાં સાડા ત્રણ ઈંચ ( 85 મિલીમીટર) પાણી પડી ગયું હતું. આ ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા રસ્તા ઉપર નદી જેવા પાણી ચાલી નીકળ્યા હતા. આજે સવારથી ધોધમાર વરસાદ વરસતા બજારમાં અવર જવર તદ્દન પાંખી રહી હતી.

- Advertisement -

આ ઉપરાંત આ બે કલાકના સમય ગાળામાં દ્વારકામાં 20 મિલીમીટર અને કલ્યાણપુરમાં 10 મિલીમીટર વરસાદ વરસી ગયો છે. આ લખાય છે ત્યારે બપોરે 12:30 વાગ્યે પણ અવીરત રીતે વરસાદ ચાલુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular