Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : એમ.પી.શાહ મેડીકલ કોલેજના પ્રથમ વર્ષના તબીબ વિદ્યાર્થી સાથે રેગીંગ

Video : એમ.પી.શાહ મેડીકલ કોલેજના પ્રથમ વર્ષના તબીબ વિદ્યાર્થી સાથે રેગીંગ

દિલ્હી રેગીંગ કમિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દ્વારા ફરિયાદ : જામનગરના એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં એન્ટી રેગીંગ કમિટી દ્વારા તપાસ

- Advertisement -

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી સાથે સીનીયર તબીબ દ્વારા રેગીંગ કરાયાની ઘટનામાં સમગ્ર મામલો ડીન સમક્ષ પહોંચ્યો હતો.

- Advertisement -

ઘટનાની વિગત મુજબ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સીનીયર તબીબ દ્વારા અવાર-નવાર રિમાર્ક મૂકવા સહિત રેગીંગ કરવાની ફરિયાદ ભોગ બનનાર વિદ્યાર્થીએ દિલ્હી રેગીંગ કમિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી હતી. જેના આધારે આ ફરિયાદ એમ પી શાહ મેડીકલ સમક્ષ ડો. નંદીની દેસાઈ સમક્ષ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ડીનની અધ્યક્ષતામાં એન્ટી રેગીંગ કમિટી દ્વારા યોજાયેલી બેઠકમાં ફરિયાદી વિદ્યાર્થી અને સામા પક્ષના સીનીયર તબીબને અલગ અલગ સાંભળી આ ઘટનામાં સીનીયર તબીબ દ્વારા ફરજ સોંપવામાં તેમજ વધુ કામ કરાવવા તથા રીમાર્ક મૂકવામાં આવતા હોવાની પ્રથમ વર્ષના તબીબ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેની સામે સીનીયર તબીબે દર્દીઓની સંખ્યા વધારે અને રેસીડેન્સ તબીબોની સંખ્યા ઓછી હોવાથી કામના ભારણને કારણે તબીબ વિદ્યાર્થી દ્વારા ક્રિટીકલ દર્દીની સારવારમાં ક્ષતિ ન રહી જાય તે માટે અવાર-નવાર કહેવામાં આવતું હોય છે.

- Advertisement -

આ પ્રકરણમાં ડીન ડો. નંદીનીબેન દેસાઈ દ્વારા આ વર્ષે એડમીશન લેટ થવાથી તબીબ વિદ્યાર્થીઓ ઓછા છે અને દર્દીઓનો ઘસારો વધતો જાય છે તેમાં પણ ખાસ કરીને જામનગર તથા અન્ય જિલ્લાઓમાંથી પણ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય તો તેમની સારવાર માટે સારવારમાં કોઇ ક્ષતિ કે ઢીલ ન થાય તે માટે સીનીયર તબીબો જૂનીયર તબીબોને સુચનાઓ આપતા હોય છે. આ ફરિયાદ સંદર્ભે ડીન, પોલીસ અધિક્ષક, નાયબ કલેકટર સહિતના કમિટી મેમ્બરો દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular