બ્રિટન પર સૌથી લાંબો સમય 70 વર્ષ સુધી શાસન કરનારા રાણી એલિઝાબેથ-2નું બાલ્મોરા મહેલ ખાતે 96 વર્ષની વયે લાંબી બીમારી પછી નિધન થયું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને તેમના સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રખાયા હતા. જોકે, મોડી રાતે બકિંગહામ પેલેસે કહ્યું હતું કે, ગુરુવારે બપોરે બાલ્મોરલ ખાતે રાણીનું નિધન થયું હતું. મહારાણીના નિધનની પુષ્ટી કરી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયે 1952માં સત્તા સંભાળી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધન સાથે હવે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાલ્ર્સ દેશના રાજા બન્યા છે. રાણીના પાર્થિવ શરીરને હવે લંડન લઈ જવાશે તથા નિશ્ર્ચિત આયોજન મુજબ 10 દિવસ પછી તેમની અંતિમક્રિયા કરાશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથના નિધન પર શૌક વ્યકત કર્યો છે.
મહારાણીના પરિવાર તથા બ્રિટનના લોકો પ્રત્યે સંવેદના દર્શાવી છે. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડના બાલ્મોરલ મહેલમાં રાણી એલિઝાબેથ દ્વિતિયે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ સમયે મહારાણીના મોટાપુત્ર પ્રિન્સ ચાલ્ર્સ સહિત રાજ પરિવારના અનેક સભ્યો ત્યાં હાજર હતા. ધ કિંગ એન્ડ ધ ક્વિ ક્ધસોર્ટ ગુરૂવારે બાલ્મોરલમાં રહેશે અને શુક્રવારે લંડન પાછા ફરશે. બે દિવસ પહેલાં જ મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી. તેમણે ત્યારે લિઝ ટ્રસની બ્રિટનના નવા વડાંપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્ર્વભરના નેતાઓએ મહારાણીના નિધન પર શોકસંદેશ પાઠવ્યો હતો. રાણીના નિધન પછી પ્રિન્સ ચાર્લ્સ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન કરશે. મહારાણીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા 10 દિવસ પછી કરવામાં આવશે. આ સમયમાં નવા રાજા ચાર્લ્સ બ્રિટનની યાત્રાએ નિકળશે. બ્રિટન સરકાર 10 દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે. મહારાણીની અંતિમ ક્રિયા વેસ્ટમીનીસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે મધ્યાન્હે સમગ્ર દેશમાં બે મિનીટ મૌન પાળવામાં આવશે.