Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયકઠપૂતળી : પેટ્રોમેકસના અજવાળે ઇતિહાસનું નિદર્શન

કઠપૂતળી : પેટ્રોમેકસના અજવાળે ઇતિહાસનું નિદર્શન

- Advertisement -

કઠપુતળીનું નામ પડતાં જ બાળપણની એક અલગ જ મનોરંજનની દુનિયા માનસપટ પર છવાઇ જાય છે. ગામની શેરીમાં સ્ટ્રીટ લાઇટના ઝાંખા અજવાળે અથવા ફાનસ કે પેટ્રોમેક્સના અજવાળે કઠપુતળીના ખેલ શરૂ થાય ત્યારે માત્ર બાળકો જ નહીં વડિલો પણ આ કળાને માણવા ઊભા રહી જતાં હતા. એ સમયે ટીવી કે મોબાઇલ જેવા મનોરંજનના સાધનો ન હતા. આ લોકકળા જ લોકરંજનનું બળુકું માધ્યમ હતી.

- Advertisement -

આજે કઠપુતળીનું સ્થાન આધુનિક પપેટે લઇ લીધું છે. તેમની વાત સાચી છે. સામાજિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ આપવાના સામર્થ્યને કારણે આજે પપેટનું મહત્વ અનેકગણું વધી ગયું છે. ખાસ કરીને બાળકોને પપેટ દ્વારા શિક્ષણ આપવાના પ્રયોગમાં પણ સફળતા મળી રહી છે. પપેટના આ મહત્વને ધ્યાને લઇને પપેટની કળાને વૈશ્વિક ઓળખ આપવા અને તેને રજૂ કરનારા કળાકારોને પ્રોત્સાહિત કરવા યુનેસ્કો સાથે સંકળાયેલી યુનિયન ઇન્ટરનેશનલ-દ-લા-મરીઓનેટે નામની સંસ્થાએ વર્ષ 2003થી સમગ્ર વિશ્ર્વમાં પ્રતિ વર્ષ 21 માર્ચને વિશ્ર્વ કઠપુતળી દિન World Puppetry Day તરીકે ઉજવવાનું શરૂ કર્યુ હતું. આમ તો ભારતમાં કઠપુતળીની કળા બે હજાર વર્ષ જૂની છે. કઠપુતળીની કળાની જનની રાજસ્થાનની ભૂમિ હોવાનું માનવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular