Friday, December 27, 2024
HomeબિઝનેસLICના આઇપીઓ માટેનો માર્ગ મોકળો

LICના આઇપીઓ માટેનો માર્ગ મોકળો

ડિવિડન્ડ નિયમોમાં સુધારો કરાયો : આવતા વર્ષે બજારમાં આવશે

- Advertisement -

જાહેર ક્ષેત્રની સૌથી મોટી વિમા કંપની ભારતીય જીવન વીમા નિગમના જાહેર ભરણા (આઈપીઓ)નો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. ગઈકાલે કેબીનેટની બેઠકમાં જનરલ ઈુસ્યોરન્સ એકટ 1972માં સુધારાને મંજુરી આપવામાં આવી હતી.

જેનાથી હવે સરકારની વિમા કંપનીઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી થઈ શકે છે. સરકાર એલઆઈસીનો ઈસ્યુ આગામી વર્ષ પ્રારંભમાં જ લાવવા માંગે છે. સામાન્ય વિમા ક્ષેત્રે કામ કરતી સરકારી વિમા કંપનીઓનું ભવિષ્યમાં ડીસઈન્વેસ્ટ- મેન્ટ થશે. સરકાર હવે એલઆઈસીના ઈસ્યુની સાઈઝ તથા તેની ઓફર પ્રાઈઝ વિ. નકકી કરવા માટે કન્સલ્ટન્ટ નિયમો હાલ 100% શેરમૂડી સરકાર આપે છે. એલઆઈસીના શેરને આકર્ષક બનાવવા સરકારે હાલમાં જ તેના નફાની પસંદગીનો રેસીયો ફેરવ્યો અને અગાઉ 95% પોલીસી હોલ્ડર અને 5% શેરહોલ્ડર્સને મળતો હતો. તે સુધારી નફાનો 90% પોલીસી હોલ્ડર્સ અને 10% શેરહોલ્ડર્સને મળશે. જેથી એલઆઈસી ઉંચુ ડીવીડન્ડ આપી શકશે. માનવામાં આવે છે કે જાન્યુ-માર્ચ 2022માં આવી શકતો એલઆઈસીનો ઈશ્યુ રૂા.1 લાખ કરોડ કે તેથી વધુનો હશે જે પણ ભારતીય શેરબજારમાં આઈપીઓનો એક નવો રેકોર્ડ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular