જામનગર શહેરની શાળામાં અભ્યાસ કરતી તરૂણી સાથે પ્રિન્સીપાલે દુષ્કર્મ આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન દુષ્કર્મ આચરનાર પ્રિન્સીપાલને વડોદરામાંથી ઝડપી લઇ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કર્યો હતો.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરની એક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિની ઉપર શાળાના જ પ્રિન્સીપાલ મનિષ બુચએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ સિટી બી ડીવીઝનમાં નોંધવામાં આવી હતી. જો કે, ફરિયાદ નોંધાયા બાદ પ્રિન્સીપાલ નાસતો ફરતો હતો. દરમિયાન પ્રિન્સીપાલ અંગેની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે વડોદરા પહોંચી જઇ દુષ્કર્મના આરોપી મનિષ બુચની અટકાયત કરી જામનગર લઇ આવી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે પ્રિન્સીપાલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતાં અદાલતે મનિષ બુચના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.