Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયજાન્યુઆરી-24માં રામલલ્લાને મૂળ સ્થાને સ્થાપિત કરશે પ્રધાનમંત્રી

જાન્યુઆરી-24માં રામલલ્લાને મૂળ સ્થાને સ્થાપિત કરશે પ્રધાનમંત્રી

અયોધ્યામાં યોજાશે પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામ લાલાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે. રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે બુધવારે આ માહિતી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાર્યક્રમ બાદ પત્રકારોને જણાવ્યું કે, જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે મંદિર નિર્માણ અને 2024ની સામાન્ય ચૂંટણીઓ જોડાયેલી નથી. અમે ફક્ત અમારૂ કામ કરી રહ્યા છીએ.

- Advertisement -

નાના મંદિરમાં સ્થળાંતર કરતા પહેલા તેને લાંબા સમય સુધી કાપડના પંડાલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભગવાન રામને તેમના મૂળ સ્થાને બિરાજમાન કરવામાં આવે. મહંત દેવ ગિરીએ કહ્યું કે મૂર્તિને તેના મૂળ સ્થાને ખસેડવામાં આવ્યા પછી પણ મંદિરનું કામ ચાલુ રહેશે. ‘અમારૂં લક્ષ્ય છે કે જાન્યુઆરી 2024 પહેલા ગર્ભગૃહ, પ્રથમ માળ અને દર્શન માટેની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવે,’ તેમણે કહ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular