પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજા દિવસે રાજ્યસભાને સમોધિત કરી રહ્યા છે. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાં વિદાય આપવામાં આવી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી. અને તેઓ રડી પડ્યા.
આતંકવાદી ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુલામ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરીને ગૃહમાં ભાવુક થઈ ગયા હતા. પીએમ એ ગુલામ નબી આઝાદની પ્રશંશા કરતા કહ્યું કે તેઓ અહિયાંના ઘરના બગીચાઓની સારસંભાળ રાખે છે. જે કાશ્મીરની યાદ અપાવે છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકીઓએ ગુજરાતના મુસાફરો પર હુમલો કર્યો ત્યારે ગુલામ નબી આઝાદ જીનો પહેલો ફોન તેમની પાસે આવ્યો. તે ફોન ફક્ત માહિતી આપવા માટે નહોતો, ગુલામ નબી આઝાદના ફોન પર આંસુ અટક્યા ન હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ જણાવ્યું કે તે વખતે પ્રણવ મુખર્જી રક્ષામંત્રી હતા. તેથી તેઓએ લશ્કરી વિમાનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. તે જ સમયે, ગુલામ નબી આઝાદે એરપોર્ટથી ફોન કર્યો. જે રીતે તેમના પરિવારની ચિંતા કરતા હોય તે રીતે આઝાદે તેમની ચિંતા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ગુલામ નબી આઝાદ દળ સાથે દેશ વિશે પણ વિચારે છે. કોઈ પણ વ્યક્તિને તેમનું સ્થાન ભરવું મુશ્કેલ બનશે. પીએમએ કહ્યું કે જ્યારે હું ચૂંટણીના રાજકારણમાં નહતો આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હુ લોબીમાં વાતો કરતા હતા.આ વાત કરતા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ભાવુક થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં મંગળવારે કુલ ચાર સાંસદોને વિદાય આપવામાં આવી રહી છે. ગુલામ નબી આઝાદ સિવાય મીર મોહમ્મદ, શમશેર સિંઘ અને નઝીર અહમદ આજે રાજ્યસભા માંથી વિદાય લઇ રહ્યા છે.