રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત પ્રસિધ્ધ રામાયણી મોરારી બાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. બે દિવસીય ભાવનગરની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ પૂ. બાપૂના આશ્રમ તલગાજરડા ખાતે પહોંચ્યાં હતાં. રાષ્ટ્રપતિએ આશ્રમમાં શ્રધ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી હતી.