જામનગરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની સામેના રક્ષણ માટે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. શહેરમાં 18 વર્ષ ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયામાં સૌથી અગ્રેસર જીલ્લાઓ પૈકી જામનગરનો સમાવેશ થાય છે. વેક્સિનેશનના આ કાર્યક્રમમાં સાંસદ, મંત્રીઓ, પદાધિકારીઓ, સંગથનના હોદેદ્દારો તેમજ લોકોની જાગૃતતાના પ્રયાસોથી જામનગર અગ્રીમ હરોળમાં રહ્યું છે.
શહેરમાં અંદાજે એક લાખ જેટલા 45વર્ષથી વધુ વયના લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચુક્યા છે. તે પૈકી અંદાજે 31હજાર લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. મતલબ કે જામનગરમાં હજુ પણ 70હજાર લોકો એવા છે કે જેઓએ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. આ સિવાય 45 વર્ષથી વધુ ઉંમરના ઘણા લોકોએ હજુ પ્રથમ ડોઝ પણ લેવાનો બાકી છે. માટે જામનગર શહેરમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે હજુ 1લાખ ડોઝની જરૂર છે.આ સાથે જ જામનગરમાં 1મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું છે. જેના આધારે શહેરને 1લાખ વેક્સિનના ડોઝ તેમજ ટેસ્ટીંગ કીટની પણ જરૂરિયાત હોવાથી ત્વરિત જામનગર મહાનગરને ફાળવવામાં આવે તેવી રજૂઆત મેયર બીનાબેન કોઠારી તેમજ જામનગર મહાનગર પાલિકાના સભ્યો દ્રારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ કરવામાં આવી છે.
જામનગરને વેક્સિન તથા ટેસ્ટીંગ કીટ પૂરી પાડવા મેયર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
70 હજાર લોકોને વેક્સિનના બીજા ડોઝ માટે માંગણી : ટેસ્ટીંગ કિટ તાત્કાલિક ફાળવવા રજૂઆત


