જામનગરના વોર્ડ નં. 2માં છેલ્લા કેટલાક દિવસથી બની રહેલી ચોરીની ઘટનાઓ અંગે કોર્પોરેટર રચના નંદાણીયાએ આ વોર્ડના કોર્પોરેટરો સાથે તેમજ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતાં 50 જેટલા લોકોને સાથે રાખી પીએસઆઇ ભોઇને રજૂઆત કરી હતી. જે રજૂઆતના અનુસંધાને પીએસઆઇએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ તકે આ વિસ્તારમાં નાની મોટી ચોરીઓ થાય તો બધાએ સાથે મળીને ફરિયાદ કરવા તેમણે અપીલ કરી છે.