ગુજરાત મેરી ટાઇમ બોર્ડમાં રોજમદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારીઓને દશ વર્ષની ગ્રેચ્યુઇટી ન કાપવા પૂર્વધારાસભ્ય લાલજીભાઇ સોલંકી દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષને રજૂઆત કરી હતી. જેમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના નાયબ સચિવ દ્વારા આ અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા ગુજરાત મેરીટાઇમ બોર્ડને સૂચના આપી હતી.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના 39 બંદરો ઉપર દોલતભાઇ પરમારના તા. 17-10-1988ના પરિપત્ર મુજબ લાભાન્વિંત વર્ષોથી ફરજ બજાવતાં રોજમદાર કર્મચારીઓ તેમજ નિવૃત્ત થઇ ગયેલા પેન્શનરોને તેઓની નોકરી દરમિયાન કરેલ સેવાઓમાંથી દશ વર્ષ બાદ કરી અત્યાર સુધી ગ્રેચ્યૂઇટી ચૂકવવામાં આવી હતી. જે રોજગારોને નુકસાન થતું હતું. આ અંગે હાઇકોર્ટ સુધી મુદ્ો પહોંચ્યો હતો. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષને રજૂઆત કરાઇ હતી. જે અંગે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવાયું છે.