દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન ઈંગઉઈંઅ એક થઈ ગયું છે જેમાં આમ આદમી પાર્ટીએ પણ હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે ગઠબંધનમાં તકરાર સામે આવી રહી છે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેનાર ‘આપ’ દ્વારા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દેશમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. આ માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. લોકસભા ચૂંટણી માટે એકબીજા સાથે હાથ મિલાવ્યા છે જો કે આ ગઠબંધનમાં હવે ભંગાણ થાય તેવુ લાગી રહ્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પક્ષો વચ્ચે ટક્કર પણ થશે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેનાર ‘આપ’એ હવે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં તમામ 200 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટી ટૂંક સમયમાં તેમના ઉમેદવારોની જાહેરાત પણ કરવા જઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર ધરાવતા રાજ્યમાં ત્રીજી પાર્ટીના પ્રવેશથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ‘આપ’ની તમામ 200 બેઠકો પર ચૂંટણી લડવી એ કોંગ્રેસ માટે વધુ ટેન્શનનો વિષય બની શકે છે, કારણ કે દિલ્હી, પંજાબ, ગોવાથી લઈને ગુજરાત સુધી એવું જોવા મળ્યું છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કોંગ્રેસની વોટ બેંક કબજે કરી છે. ‘આપ’ રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે કહ્યું કે તેમની પાર્ટી 200 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે 22 ઓગસ્ટે રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકે દિલ્હીમાં બેઠક બોલાવી છે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ આ યાદી રાષ્ટ્રીય ક્ધવીનર અરવિંદ કેજરીવાલને સોંપવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 25 ઓગસ્ટ સુધીમાં ’આપ’ની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે. કોંગ્રેસ અને ‘આપ’ 26 પક્ષોના ગઠબંધન ’I.N.D.I.A.’માં સામેલ છે. પટના અને બેંગલુરુમાં યોજાયેલી બેઠકોમાં બંને પક્ષો એક મંચ પર આવી ચૂંક્યા છે. જોકે મુંબઈમાં યોજાનારી ત્રીજી બેઠક પહેલા બંને પક્ષો વચ્ચે ટક્કર પણ જોવા મળી રહી છે. દિલ્હી, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં બંને પક્ષોના નેતાઓ એકબીજા વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે.