Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરરાષ્ટ્રપતિના આગમન પૂર્વે પોલીસ બંદોબસ્ત સાથે તડામાર તૈયારી

રાષ્ટ્રપતિના આગમન પૂર્વે પોલીસ બંદોબસ્ત સાથે તડામાર તૈયારી

- Advertisement -

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં દેશના રાષ્ટ્રપતિના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જામનગરમાં એરફોર્સ ખાતે કાર્યક્રમમાં હાજરી અને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે. બન્ને જિલ્લાઓમાં રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ ન રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જામનગર શહેરમાં આજથી અડચણરૂપ પાર્ક કરેલા વાહનો અને દબાણો દૂર કરવા માટેની ટ્રાફિક ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

હાલારમાં આગામી ગુરૂવાર અને શુક્રવાર દરમ્યાન રાષ્ટ્રપતિના આગમન પૂર્વે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાનગરપાલિકાના તંત્રએ એરપોર્ટ અને એરફોર્સ રોડથી સર્કિટ હાઉસ સુધીના રસ્તાઓ પરથી હોર્ડીગો, સ્પીડ બ્રેકરો, 30 થી વધુ દબાણો, ઝાડી-ઝાખરા દુર કરવા અને માર્ગો ખાડા રહિત કરવા સતત કામગીરી ચાલુ રાખી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિના રોકાણ સ્થળ એવા લાલ બંગલા ખાતેના સર્કીટ હાઉસની તાબડતોબ કાયાપલટ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રપતિ સાથે સલામતી રક્ષકોનો મોટો કાફલો તો હોય જ છે. સાથે તેઓનો અંગત એવો 60થી વધુ લોકોનો સ્ટાફ પણ હોય છે. પ્રોટોકોલ મુજબની તમામ વ્યવસ્થા થાય અને ક્યાંય કચાશ ન રહે તે માટે સ્થાનિક વહિવટી તંત્ર દોડધામમાં છે. લાલ બંગલા પરિસરના સર્કીટ હાઉસનું રંગરોગાન, ફર્નીચર બદલવાની તેમજ તમામ રીપેરીંગની કામગીરી દિવસ-રાત ચાલી રહી છે.

- Advertisement -

તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકાધીશ ભગવાનના દર્શન માટે દ્વારકા ખાતે અમુક કલાકોનું રોકાણ કરશે. જે બાદ જામનગર આવીને વાલસુરા ખાતેના સમારોહમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આમ રાષ્ટ્રપતિ બન્ને જીલ્લાના મહેમાન બની રહ્યા હોવાથી હાલારના બન્ને જીલ્લાનું વહીવટી તંત્ર દિવસ-રાત વ્યવસ્થામાં લાગ્યું છે. રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા માટે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ.બી. સોલંકી, જે.એમ. ચાવડા, કે.આઈ. દેસાઈ તેમજ એલસીબી પીઆઈ એસ. એસ. નિનામા સહિતના તમામ પીઆઈ અને પીએસઆઈ સહિત 80 જેટલા પોલીસ અધિકારીઓ અને 1090 જેટલા પોલીસ કર્મીઓ મળીને કુલ 1170 પોલીસ જવાનો અને હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશ ભીંડી તેમજ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 265 હોમગાર્ડ જવાનો મળીને 1435 જવાનો બંદોબસ્ત માટે બે દિવસ ખડેપગે રહેશે. આ તમામ અધિકારીઓ અને પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો અને અધિકારીઓને પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજના સ્થળ ફાળવવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા રાષ્ટ્રપતિ પસાર થનાર માર્ગો પર આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરના મુખ્ય રાજમાર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે સાથે ફાયર વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular