જામનગરમાં ભોય સમાજ દ્વારા ઉજવવામાં આવતો હોલિકા ઉત્સવ સમગ્ર રાજ્ય અને દેશમાં પ્રસિધ્ધ છે. ત્યારે આ વર્ષે પણ હોલિકા ઉત્સવની ઉજવણી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
હોલિકાના વિશાળ પૂતળું બનાવવા એક સપ્તાહ અગાઉ તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ભોય જ્ઞાતિ સમસ્ત દ્વારા પરંપરાગત હોલિકા ઉત્સવની ઉજવણી માટે સમાજના કાર્યકરો તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. સનાતન ધર્મમાં દર્શાવાયા અનુસાર ભકત પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ હોલિકાનું પ્રજ્વલિત કરવામાં આવે છે. જામનગરમાં ભોય વડીલો દ્વારા 67 વર્ષ પહેલાં હોલિકાના વિશાળ પૂતળાને પ્રજ્વલિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી.